Surat Cyber fraud Case: સુરત સાયબર ફ્રોડના મુખ્ય બે આરોપીની મુંબઈથી પોલીસે કરી ધરપકડ

Continues below advertisement

સુરતના કતારગામમાં સાયબર ક્રાઈમના રેકેટના ફરાર બે મુખ્ય આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. સાયબર ક્રાઈમ પોલીસે જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અને દિપકકુમાર ઠક્કરની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા કતારગામમાંથી સાયબર ક્રાઈમ સેલે દરોડો પાડી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જે-તે સમયે પોલીસે મોબાઈલ, લેપટોપ, બેંક, ચેકબુક, પાસબુક સહિતના દસ્તાવેજન સાથે ચાર આરોપીની દબોચી લીધા હતાં. જ્યારે બે મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અને દિપકકુમાર ઠક્કર ફરાર હતાં. જે-તે સમયની તપાસમાં ખૂલ્યું હતું કે 149 બેંક ખાતામાં કરોડોના આર્થિક વ્યવહારો થયાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત NCCRP પોર્ટલ પર બેંક ખાતાઓ સામે કુલ 417 ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડ કરાયેલો જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અમદાવાદના નરોડાનો વતની છે. જે મૂળ બનાસકાંઠાના ડીસાનો વતની છે. તો દિપક ઠક્કર સુરતના પાલ વિસ્તારનો રહેવાસી છે. જે મૂળ મહેસાણાના બહુચરાજીનો વતની છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી છ દિવસની કસ્ટડી મેળવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola