Ahmedabad Rains: પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં પ્રિ-મોનસૂન કામગીરીની ખુલી પોલ
અમદાવાદ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદની શરુઆતથી થઈ છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, જીવરાજપાર્ક, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મેઘાણીનગર, સાબરમતી, સાયન્સ સીટી, ગોતા, ગુજરાત હાઈકોર્ટ, બોપલ અને શેલામાં પણ ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે.
અમદાવાદમાં સમી સાંજે વરસ્યો ધોધમાર વરસાદ. દિવસભર અમદાવાદમાં રહ્યું ઉકળાટભર્યું વાતાવરણ. સમી સાંજે એકાએક વરસાદ તૂટી પડ્યો. વરસાદને લઈ ગરમીથી તો લોકોને રાહત મળી. પરંતુ ઠેકઠેકાણે પાણી ભરાતા લોકોને પડી ભારે હાલાકી. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. આનંદનગર વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. પહેલા જ વરસાદમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ.
Tags :
Ahmedabad Rain