Final Tribute to Vijay Rupani : વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
રાજકોટ સ્થિત નિવાસસ્થાને અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભીખુભાઈ દલસાણીયા, બી.એલ. સંતોષ, નીતિનભાઈ પટેલ, સીઆર પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દિવંગત વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચતા તમામ લોકો શોકમાં ગરકાવ થયા હતા. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા.
સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.એરપોર્ટથી રાજકોટના વિવિધ માર્ગો પર ફરી પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લઇ જવાતા વાતાવરણ ભારેખમ થઇ ગયુ હતુ અને વિજયભાઇ અમર રહોના નારા લાગ્યા હતા. ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને લવાતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
પરિવાર પાર્થિવ દેહ માટે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર માટે આ ખૂબ જ કપરી ઘડી હતી. જ્યારે પરિવાર તાબૂત પાસે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા તો તેમનો ધીરજનો બાંધ તૂટી ગયો હતો. અજંલિ બેન તેમના પતિ વિજયભાઇ રૂપાણીના અંતિમ દર્શન કરતા રડી પડ્યાં હતા. તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા ત્યારબાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા હતા અને તેમણે પિતાના અંતિમ દર્શન કર્યાં હતા. પરિવાર આ ક્ષણે ખૂબ જ ભાવુક થઇ ગયો હતો.