ABP News

Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?

Continues below advertisement

Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?

મિશન ગુજરાત અંતર્ગત રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ. અમદાવાદના એસજી હાઈવે પર હોલમાં આજે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ ભાજપ સામે લડવાનો કાર્યકર્તાઓને રાહુલ રસ્તો દેખાડ્યો હતો. શુક્રવારે રાહુલ ગાંધીએ છ કલાકમાં પાંચ મીટિંગ કરી. પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે કરી બેઠકમાં અનેક સૂચનો પણ આપવામાં આવ્યા છે. બાદમાં પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી પણ હાજર રહ્યા હતા.  કાલે તેમણે ગુજરાત કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરી. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેમની સાથે બેઠક કરી.  ગઈકાલે બેઠક કરી હતી રાહુલ ગાંધીએ એમાં કેટલાક કાર્યકરો હોદ્દેદારોનો એવો પણ સુર હતો કે કેટલાક લોકો એવા છે કે જે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને હરાવ્યા છે. આવા ગદ્દારોને દૂર કરવા જોઈએ.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram