
PM Modi's Interesting Conversations With Lakhpati Didis: PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?
PM Modi's Interesting Conversations With Lakhpati Didis: PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે નવસારી ખાતે વાસીબોરસી ખાતે બનાવેલા ડોમમાં આઠ લખપતિ દીદીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. તેમણે તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે કે તેઓ શું કરે છે અને કેવી રીતે તેઓ લખપતિ દીદી બન્યા. પ્રધાનમંત્રી તેમની વાત સાંભળી રહ્યા છે અને સાથે કેટલાક સૂચનો પણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ડોમમાં હાજરી આપવાના છે અને કાર્યક્રમમાં સંબોધન કરવાના છે. દોઢ લાખ જેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાઈવ દ્રશ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલીપેડથી સીધા નજીકમાં બનાવેલા ડોમમાં પહોંચ્યા, જ્યાં આઠ લખપતિ દીદીઓ સાથે તેમનો અંદાજે 30 મિનિટ જેટલો સંવાદ ચાલશે. પ્રધાનમંત્રી એક એક મહિલા પાસેથી તેના સંઘર્ષની વાત જાણી રહ્યા છે. પહેલા કેવો સંઘર્ષ તેમણે કર્યો, બાદમાં કેવી રીતે તેમણે યોજના થકી લખપતિ દીદી બન્યા અને અત્યારે તેઓ શું કરી રહ્યા છે એ તમામ વિગતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ મેળવતા જોવા મળી રહ્યા છે.
નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે કે જેની પણ સાથે વાતચીત કરે છે, ખાસ કરીને જે આવો ખાસ સંવાદ હોય છે, વિશેષ સંવાદ હોય છે ત્યારે એક વ્યક્તિ પાસેથી તેની વાત જાણતા હોય છે. અહીંયા દરેક વર્ગની મહિલા છે. આ આઠ મહિલાઓમાં દરેક વર્ગની અને રાજ્યના અલગ અલગ વિસ્તારની મહિલાઓ છે, અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ છે કે જેમણે જેઓ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સંવાદ કરી રહ્યા છે.