Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ અહેવાલ
અમદાવાદ: આજથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ પણ આપવામાં આવી છે. આજે રાજ્યના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.