અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનના ફાંફા
Continues below advertisement
અમદાવાદમાં હોમ આઈસોલેશનનમાં રહેતા દર્દીઓ પણ રેમડેસિવિર ઈન્જેક્શન માટે ફાંફા મારી રહ્યા છે. બે દિવસ અગાઉની જાહેરાત પછી પણ શુક્રવાર બાદ AHNAને રેમડેસિવિર ઈન્જેક્શન મળ્યા નથી. જાહેરાત બાદ આહનાને માત્ર 450 રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. 450 ઈન્જેક્શનના ડોઝ પૂર્ણ થયા બાદ અત્યાર સુધી ઈન્જેક્શન અપાયા નથી. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વજનો રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે આહનાની ઓફિસે ધક્કા ખાવા મજબૂર બન્યા છે.
Continues below advertisement