અમદાવાદની GCS હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે તેમની માંગ?
Continues below advertisement
અમદાવાદની GCS હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. ફી ઘટાડો અને કોવિડ ડ્યુટીના ભથ્થાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા હતા. કોરોનાનું સંક્રમણ વધ્યું એવા સમયે ડૉક્ટરોએ હડતાળનું હથિયાર ઉપાડ્યું હતું. GCS હોસ્પિટલના સત્તાધીશોથી નારાજ ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા.કોરોનાની ડ્યુટીનું નક્કી કરેલું ભથ્થું ન મળતા ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. અત્યાર સુધીમાં GCSના 23 રેસિડેન્ટ ડૉક્ટર્સ સંક્રમિત થયા છે. ફી ની અંદર ઘટાડો કરવાની પણ ડૉક્ટર્સ માંગણી કરી રહ્યા છે.
Continues below advertisement