
Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
Continues below advertisement
Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
અમદાવાદમાં એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના પકવાન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા મોહિની ટાવરમાં વૃદ્ધનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. અલગ અલગ ટીમ બનાવી પોલીસે તપાસ શરૂ કરી. વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. મૃતક વૃદ્ધનું નામ કનૈયાલાલ ભાવસાર હોવાનો ખુલાસો થયો છે. પકવાન ચાર રસ્તા પાસે લૂંટ બાદ વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી. મોહિની ટાવરમાં વૃદ્ધનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હજુ હત્યારા અંગે હજુ કોઈ ભાળ મળી નથી. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
Continues below advertisement