Ahmedabad News : અમરાઈવાડીમાં કિન્નરોનો હંગામો, લગ્ન પ્રસગ પહેલા માંગ્યા 51 હજાર રૂપિયા
Continues below advertisement
Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડીમાં કિન્નરોએ મચાવ્યો હંગામો. લગ્ન પ્રસંગ પહેલા 51 હજાર રૂપિયાની ઉઘરણીની માંગ કરી કર્યો તમાશો. ત્રણ હજારની બક્ષિસ આપ્યા બાદ પણ વધુ રકમની માંગણી કરતા માસીબાઓને રોકતા ચેરમેન પર કરવામાં આવ્યો હુમલો. ત્રીસથી વધુ કિન્નરોએ રાધે બંગ્લોઝને લીધુ બાનમાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
Continues below advertisement
Tags :
Ahmedabad News