Maharashtra Politics | મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર, એકનાથ શિંદેએ CM પદ માટેની દાવેદારી છોડી
મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે સર્જાયેલ સસ્પેન્સનો હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદે દ્વારા અંત આવ્યો છે. એકનાથ શિંદેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું ખુલ્લા દિલનો વ્યક્તિ છું. હું નાના વિચારશરણી ધરાવતો નથી. હું લોકો માટે કામ કરતો નેતા છું. તેમણે કહ્યું કે બીજેપીમાંથી જે પણ સીએમ બનશે તેને સમર્થન આપશે.
એકનાથ શિંદેએ કહ્યું કે, પીએમ મોદીએ ગઈ કાલે મને ફોન કર્યો હતો. મેં તેમને કહ્યું કે નવી સરકાર બનાવવામાં મારી બાજુથી કોઈ મુશ્કેલી નહીં આવે. મને મુખ્યમંત્રી પદની કોઈ ઈચ્છા નથી. તમે તમારો નિર્ણય જણાવો. મહાયુતિ અને એનડીએના વડાઓ સાથે મળીને જે પણ નિર્ણય લેશે તે મને સ્વીકાર્ય રહેશે. મેં નરેન્દ્ર મોદીજીને કહ્યું કે મારા વિશે વિચારવાને બદલે મહારાષ્ટ્ર અને રાજ્યના લોકો વિશે વિચારો. મેં અમિત શાહને પણ એ જ કહ્યું છે કે મારી તરફથી કોઈ મુશ્કેલી નહીં આવે. તમારો નિર્ણય અંતિમ રહેશે.