School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચાર
School Van Strike | સ્કૂલ વર્ધી વેન અને રીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર. એસોસિએશન દ્વારા મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો નિર્ણય. સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ. ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલાં ઉચ્ચારાઇ ચીમકી. અમદાવાદ સહિત રાજ્યભરના રીક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં લેવાયો નિર્ણય. એક વર્ષથી રજૂઆતો કરતા રહ્યા પરંતુ પાસીંગ પ્રક્રિયા ન કરાઈ અને રાજકોટની ઘટના બાદ વિભાગે હવે જાગ્યું.
સુરત RTO એ છેલ્લા ત્રણ દિવસમાં 97 સ્કૂલ વાહનચાલકોને મેમો ફટકાર્યો છે. જેમાં ખાનગી વાહનમાં સ્કૂલ વર્ધી ફેરવતા 35 વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો. જેમાં મોટાભાગના વાહન ચાલકો પ્રાઈવેટ વ્હીકલ વાળા હતા. જયારે 5 ટેક્સી પાર્સિંગ હોવા છતાં સ્કૂલ વર્ધીના અન્ય નિયમોનું પાલન નહીં કરાયું હોવાથી દંડાયા હતા. અઠવા-ઉમરામાં તો આરટીઓના વાહન દેખાતાની સાથે ચાલકો પલાયન થઈ રહ્યા છે.