Morbi Rain Updates| હળવદ તાલુકાના સુંદરી તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement

Morbi Rain |  મોરબી જિલ્લામાં પણ ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો હતો...  અહીંયાના હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં વરસાદ ખાબક્યો છે... સ્થાનિકોને ગરમી બફારા ઉકળાટથી રાહત મળી છે.. વહેલી સવારથી જ અમરેલી, જામનગર અને મોરબીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો..

 

શનિવારે અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો, અહી સાવરકુંડલા, લીલીયા, વડીયામાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલીયાના દુધાળા, જાત્રુડા,સાજન, ટીંબા, અંટાળીયા, ભોરિંગડા, ઈંગોરાલા,મોટા ગોખરવાળા, નાના ગોરખરવાળા, લાપાળીયામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે. જો કે ગુજરાતમાં હજુ વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદીની એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી  ગઇ હતી. ખંભાળીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram