Kalupur Mandir: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની ફરિયાદમાં ગંભીર આરોપ
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની ફરિયાદમાં ગંભીર આરોપ. સ્ત્રીમિત્ર સાથે મળીને પત્નીએ 100 કરોડ પડાવવાનો કારસો રચ્યાનો આરોપથી ખળભળાય મચ્યો. હનીમૂન સમયે જ પત્નીએ જમવામાં સફેદ પાઉડર ભેળવ્યું હોવાનો દાવો કર્યો. એટલું જ નહીં હનીમૂન સમયે જ પત્નીને અન્ય સ્ત્રી સાથે જોઈ હોવાનો પણ દાવો કરાયો. આ બાદ પત્નીનો મોબાઈલ જોતા તેમાં ઈન્સ્ટાગ્રામમાં અન્ય સ્ત્રી મિત્ર સાથે મળીને તેના પરિવારજનોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડીને કરોડો પડાવવાની યોજનાના મેસેજ જોવા મળ્યા.. આ મેસેજને લઈ બંન્નેના પરિવાર વચ્ચે વિવાદ થયાના પણ અહેવાલ છે.. અને આ મેસેજ મુદ્દે સસરાએ ધમકી આપી હતી કે. શાંતિથી જીવવા માંગતા હોય તો 100 કરોડ તૈયાર રાખજો.. આ તમામ મુદ્દે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં વજેન્દ્રપ્રસાદે ફરિયાદ નોંધાવી છે.. જેની હાલ તપાસ ચાલી રહી છે.. તો વજેન્દ્ર પ્રસાદની પત્નીએ પણ સામે અલાહાબાદમાં અરજી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે...