સરકારની મંજૂરી નહી છતાં અમદાવાદની આ સ્કૂલની શિક્ષિકાઓ ગરબે ઘૂમી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારીને (corona epidemic) પગલે આ વર્ષે ગુજરાતમાં ગરબા (Garba) રમવા પર પ્રતિબંધ લગાવ્યો છતાં અમદાવાદની એક સ્કૂલના શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા અને શિક્ષકો ગરબે રમતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી જાણકારી અનુસાર ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોનો ગરબા રમતો હોય તેવો વીડિયો ફેસબુક પર વાયરલ થયો છે. જાહેર કે ખાનગી સ્થળે ગરબાની પરવાનગી ન હોવા છતાં ગરબા રમવાનો વીડિયો વાયરલ થયો છે. માતાજીની આરતી બાદ શાળા પરિસરમાં શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા.
Continues below advertisement