રિવરફ્રન્ટ પરિસરમાં SPG જવાનો તૈનાત, PM મોદી 31 ઓક્ટોબરે આવશે અમદાવાદ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના આગમન પહેલા અમદાવાદમાં રિવરફ્રંટ પર એરોડ્રામ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો હતો. 300થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. SPGના જવાનો પણ સવાર સાંજ ડોગ સ્કવોડ સાથે તપાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા અમદાવાદમાં સી-પ્લેનનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 31 ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રિવરફ્રંટ પરીસરમાં SPG જનાનોને તૈનાત કરાયા હતા.