20 જેટલા ગામોને વીજ પુરવઠો ન મળતા છોટાઉદેપુરના ખેડૂતોનો ઉભો પાક સૂકાઇ જવાની શક્યતા
Continues below advertisement
વીજ કંપનીની બેદરકારીના કારણે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોનો ઉભો પાક સૂકાઈ જવાની આરે આવી ગયો છે.છોટાઉદેપુર જિલ્લા મથક ની નજીક આવેલા ઓડિઆંબા, નાલેજ, પીપલેજ, સીમલફળિયા, પાધરવાંટ, હરવાંટ, ભોપા સહિત ના 20 જેટલા ગામોને ખેતી લક્ષી વીજ પુરવઠો નહી મળતા ખેતીમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોએ ડાંગર , કપાસ , તુવેરની ખેતી કરી છે. ચોમાસા બાદ હવે જ્યારે ઉભા પાકને સિંચાઈની જરૂર છે ત્યારે વીજળીના અભાવે પાક સૂકાઈ રહ્યો છે. કેટલાક ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ જતાં ડાંગર કાપવા મજબૂર બન્યા છે.ખેડૂતોનો આક્ષેપ છે કે અપૂરતી વીજળીની સમસ્યા વર્ષોથી છે , વીજ કંપનીને વારંવાર રજૂઆત કરવાં છતાં અધિકારીઓ ધ્યાન આપતાં નથી.
Continues below advertisement