Sunita Williams' Return: રાજ્યભરમાં સુનિતા વિલિયમ્સના પરત આવવાની ખુશી, પિતરાઈભાઈના ત્યા અખંડ દીવો

 અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. જેને લઈને અમેરિકા સહિત ભારતમાં પણ ખુશીનો માહોલ છે આ સાથે ગુજરાતમાં પણ સુનિતા વિલિયમ્સની વાપસીને વધાવી લેવાઈ છે.. ત્યારે તેમના પિતરાઈ ભાઈએ ખુશી વ્યક્ત કરી છે..  તેમણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત આવ્યો છે. મિશન સફળ રહેતા નાસાએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે નાસાએ સ્પેસએક્સનો આભાર પણ માન્યો હતો.

45 દિવસના પુનર્વાસમાં રહેશે સુનિતા અને વિલ્મોર

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષ યાત્રી શક્તિ, કંડીશનિંગ અને પુનર્વાસ વિશષજ્ઞોની દેખરેખમાં 45 દિવસોના પુનર્વાસમાંથી પસાર થવું પડશે. આ પુનર્વાસ કાર્યક્રમ પહેલા કેટલાક ચરણોમાં હરવા ફરવા, માંસપેશીઓને મજબૂત બનાવવા, વ્યાયામ અને હૃદય સંબંધી કંડીશનિંગ પર ધ્યાન આપવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola