દિવાળી અગાઉ AMC એક્શનમાં, ફટાકડા, મીઠાઇ અને કાપડના વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા

દિવાળી પહેલા ફટાકડા, મીઠાઈ અને કાપડના વેપારીઓને સુપરસ્પ્રેડર બનતા અટકાવવા કવાયત હાથ ધરી હતી.70 થી વધુ અર્બન હેલ્થ સેન્ટર પર પ્રતિદિન 600 થી વધુ વેપારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં આવેલા 72 અર્બન હેલ્થ સેન્ટર પર મીઠાઈ ફરસાણ અને કપડાના એકમ ધરાવતા વેપારીઓ દ્વારા આગામી એક સપ્તાહ સુધી કોવિડના એન્ટીજન ટેસ્ટ હાથ ધરવામાં આવશે.ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડે છે આવા સંજોગોમાં વેપારીઓ ગ્રાહકોના સીધા સંપર્કમાં આવવાના કારણે દિવાળી અગાઉ જ વેપારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola