રૂપાણી સરકારના મંત્રીના પુત્રએ સોસાયટી બનાવ્યા બાદ ન આપી સુવિધા, મંત્રીના ઘરે પહોંચી લોકોએ મચાવ્યો હોબાળો
Continues below advertisement
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. બિલ્ડિંગ બનાવ્યા બાદ પ્રકાશ કાનાણીએ સુવિધા ન આપ્યાનો સ્થાનિકોએ આરોપ મુક્યો હતો. પવિત્ર નગરીમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી પાર્ટનર છે.. ત્યારે કામરેજના લોકોએ કુમાર કાનાણીના ઘરે પહોંચીને અન્યાય કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. પવિત્ર નગરીના મકાન માલિકોના વીજ કનેક્શન કપાતા સ્થાનિકોની ધીરજ ખૂટી જતા લોકોએ કુમાર કાનાણીના ઘરે જઈને વિરોધ કર્યો હતો. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બિલ્ડરે કહ્યું હતું કે પ્રકાશ કાનાણી મારા પાર્ટનર નથી. બિલ્ડરે લોકોના તમામ આરોપોને ફગાવ્યા હતા.
Continues below advertisement