AMC વિપક્ષ નેતા તરીકે રાજીનામુ આપવાને લઈ દિનેશ શર્માએ શું કહ્યું ? જુઓ વીડિયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નેતા વિપક્ષ તરીકે રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્માએ એબીપી અસ્મિતા સાથે વાત કરી, જેમાં તેમને પક્ષના હિતમાં રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી. જ્યારે દિનેશ શર્માને બે ધારાસભ્યોના દબાણમાં આવી રાજીનામું આપવાની ફરજ પડી તે અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે આ વાતનો ઇન્કાર કર્યો અને સ્વૈચ્છિક રીતે તેમને રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો. સાથે જ પાર્ટીમાં નાના મોટા મતભેદ હોય છે જેને પ્રદેશના નેતાઓ સાંભળતા જ હોય છે. આ સાથે જ તેમના સમર્થકો કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા તે અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે અચાનક રાજીનામાની ખબર પડી જેથી તેઓ ત્યાં પહોંચ્યા છે, પરંતુ તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને પક્ષના હિતમાં જ કામ કરશે. જો કે શર્મા પોતાના રાજીનામા અંગે ખુલીને બોલવાથી દૂર રહ્યા.