PM મોદી આજે સાંજે 6 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન, કઈ મોટી જાહેરાત કરી શકે છે ? જુઓ વીડિયો 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધનવ કરવાના છે. મોદીએ પોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, આજે છ વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશો આપીશું. આપ બધાં ચોક્કસ જોડાઓ. મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. પહેલી અટકળ એવી છે કે, મોદી કોરોનાની રસી અંગે કોઈ મોટી જાહેરાત કરશે. બીજી અટકળ એવી છે કે, મોદી નવા આર્થિક પેકેજની જાહેરાત કરશે. ત્રીજી અટકળ એવી છે કે, હવે મોદી લોકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવી લેવાનું એલાન કરીને દેશને 1 નવેમ્બરથી ટોટલ અનલોક કરવાની જાહેરાત કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola