Tantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?
Tantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?
ભુવા નવલસિંહ ચાવડા જેનું પોલીસ રિમાન્ડ દરમિયાન મોત થઈ ગયું હતું. નવલસિંહે 12 લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મનાઈ રહ્યું છે કે નવલસિંહે 12 નહીં તેનાથી પણ વધુ હત્યા કરી હોઈ શકે છે. ઉજ્જૈન જઈને આ મોતની વિદ્યા અને તાંત્રિક વિધિ શીખ્યો. વર્ષ 2021 માં અમદાવાદના અસલાલી વિસ્તારમાં વિવેક ગોહિલ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. પોલીસને આશંકા છે કે નવલસિંહે જ હત્યા કરી હોઈ શકે છે. મૃતક વિવેક ગોહેલના શરીરમાંથી સોડિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું. નવલસિંહે 12 લોકોની હત્યા કરી જેમાં તેની માં દાદી અને કાકાનો પણ સમાવેશ થાય છે. ઘર કંકાસ અને સંપત્તિ વિવાદમાં નવલસિંહે તેની માતા દાદી અને કાકાની પણ નિર્મમ હત્યા કરી નાખી હતી. આજથી 14 વર્ષ પહેલા એમણે જે શરૂઆત કરી એ એમના કાકાથી કરેલી હતી અને ત્યાર પછી એની જે સગી માં છે એના ઉપર એણે આ ઉપયોગ કરેલો અને ત્યાર પછી એકંદરે જેમ જેમ સંપર્કમાં આવતા ગયા એમ એ લોકોનો એણે ભોગ લીધેલો હતો.