દિવાળી બાદ પણ અમદાવાદના રસ્તાઓની નથી સુધરી હાલત, SG હાઈવેથી ગોદરેજ ગાર્ડન સિટી તરફનો રસ્તા 6 મહિનાથી બિસ્માર
અમદાવાદ શહેરના નવા વિકસીત થઈ રહેલા જગતપુર-ગોદરેજ ગાર્ડન સિટી તરફનો વિસ્તાર કે હજુ પણ રસ્તાઓની હાલત બિસ્માર હાલત જોવા મળી રહી છે. એસજી હાઇવેથી ગોદરેજ ગાર્ડન સિટી તરફ જવાના રસ્તે માત્ર એક તરફનો રસ્તો હાલ ચાલુ છે. અહીંથી પસાર થતા લોકોનું માનીએ તો પાછલા 6 મહીનાથી જે રસ્તો ખોદવામાં આવ્યો હતો, એની એ જ પરિસ્થિતિમાં યથાવત જોવા મળી રહ્યો છે. પાઇપલાઇનની કામગીરી માટે આ રસ્તો ખોદવામાં આવ્યો હતો, જે પછી તેનું કામ પૂર્ણ થયા બાદ એ જ સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યોમ પરંતુ હજુ સુધી તેને ઉપયોગમાં લઇ શકાય, એ સ્થિતીમાં પણ નથી કરવામાં આવ્યો. રસ્તો બનાવવામાં નથી આવ્યો. અંદાજે 1 કિલોમીટર છે વધારે અંતર સુધી આ પ્રકારે મેચમાં હાલતમાં રસ્તો જોવા મળી રહ્યો છે અહીં દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં અવર જવર જોવા મળતી હોય છે, પરંતુ રસ્તાની એક જ બાજુ ચાલુ હોવાથી ટ્રાફિક અને અકસ્માતના ઓથા હેઠળ વાહન ચાલકોએ પસાર થવું પડતું હોય છે.