ગીર સોમનાથના પ્રભાસ પાટણના શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો વળ્યો સત્યાનાશ
Continues below advertisement
ગીર સોમનાથ: કોરોના મહામારી વચ્ચે પ્રભાસ પાટણ માં વહેલી સવારે ભરાતી શાક માર્કેટમાં સરકારની કોવીડ -19ની ગાઇડલાઇન ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. શાક વેચતા વેપારી કે ગ્રાહકો માસ્ક વગર ખુલ્લેઆમ ફરતા નજરે જોવા મળ્યા હતા. વહેલી સવારે ભરાતી શાક માર્કેટ માં શાક લેવા માટે ભીડ જામે છે.. એક તરફ કોરોના ના કેસમાં સતત વધારો જોવા મળે છે પરંતુ અહીં કોરોના ને નિમંત્રણ આપતા હોય તેવો તાલ સર્જાયો છે. વહીવટી તંત્ર નું મૌન ક્યાંક પ્રભાસ પાટણ સોમનાથ માં ભારે પડે તેવું લાગી રહ્યું છે.
Continues below advertisement