અમદાવાદના લાંભા સર્કલ નજીક સહાયક ટ્રાન્સપોર્ટના માલિકે આત્મહત્યા કરી, જુઓ વીડિયો
અમદાવાદના લાંભા સર્કલ પાસે આવેલી સહાયક ટ્રાન્સપોર્ટના માલિકે પોતાની જ ઓફિસમાં જાતને આગ લાગાવી જીવન ટૂંકાવ્યું હતું. ટ્રાન્સપોર્ટના માલિક વેલજીભાઈ ચૌધરીએ રાત્રે નવ વાગ્યા બાદ પોતાની ઓફિસમાં જાતને આગ લગાવી દીધી હતી. બાદમાં ઓફિસમાં પણ આગ ફેલાતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી વેલજીભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો.