ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટી-20 મેચ, મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પહોંચ્યા
આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટી 20 મેચ રમાવાની છે. ત્યારે મેચ જોવા માટે યુવાનો નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે પહોંચવા લાગ્યા છે. મેચ જોવા માટે ગુજરાતભરમાંથી પ્રેક્ષકો આવી રહ્યા છે ત્યારે સુરતના 20 યુવાનો મેચ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ટીમ ઇન્ડિયાની ટી શર્ટ અને ત્રિરંગાના રંગો સાથે ભારતની ટીમને ઉત્સાહિત કરવા યુવાનો પ્રયાસ કરશે. આ યુવાનોએ રૂપિયા 2000 સુધીની ટિકિટ લઈને મેચ જોવા પહોંચ્યા છે.