Gujarat Rain Alert : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં અપાયું ભારે વરસાદનું એલર્ટ? જુઓ મોટા સમાચાર
Gujarat Rain Alert : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં અપાયું ભારે વરસાદનું એલર્ટ? જુઓ મોટા સમાચાર
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આજે રાજ્યમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો વળી, 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે. આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં દરિયા કાંઠે કરંટ દેખાશે
ગઈકાલે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે પાંચ દિવસ વરસાદની ચેતવણી આપી હતી. આ વોર્નિંગ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે. આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 29મી મે સુધી આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે