Gujarat Rain : ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, સવારથી જ ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ ?
Gujarat Rain : ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, સવારથી જ ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ ?
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આજે રાજ્યમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો વળી, 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે. આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ, અંકલેશ્વર 1 ઇંચ
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, ચોમાસાનું આગામન હજુ થયુ નથી પરંતુ ઠેર ઠેર પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ આ સ્થિતિ યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, આજે વહેલી સવારથી ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, પાંચબત્તી અને સેવાશ્રમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, ભરૂચમાં 11 મી.મી.વરસાદ વરસાદ પડ્યો હતો. હાલમાં સરેરાશ 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે અનેક સ્થળો પર વીજળી ગૂલ થઇ ગઇ છે.