Gujarat Rain | મધ્ય ગુજરાતમાં વરસાદનું દે ધનાધન, નડિયાદમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

Continues below advertisement

Gujarat Rain | આજે મોડી રાતથી મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં 5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો દાહોદમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનો પ્રારંભ થયો છે. અત્યારે વરસાદને પગલે એસજી હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. દાહોદમાં પણ ભારે વરસાદને પગલે અંડરપાસમાં પાણી ભરાતા બંધ થઈ ગયો હતો. તો મહીસાગરમાં ભારે વરસાદ બાદ શામળાજી-હાલોલ હાઈવે પર પાણી ભરાયા હતા. 

મધ્ય પ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમન ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું  (rain)અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી જાહેર કરી છે.  સૌરાષ્ટ્રના છ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.  તો 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram