Ahmedabad Police: પોલીસની તોડબાજીનો અમદાવાદમાં વધુ એક કિસ્સો!

Continues below advertisement

અમદાવાદમાં પોલીસની તોડબાજીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મસ્કતથી પરત ફરેલા વેપારીને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો. વેપારી એરપોર્ટથી વૈષ્ણોદેવી સર્કલ પર પહોંચ્યા હતાં. જ્યાં ચેકિંગના નામે પોલીસે કારને અટકાવી હતી. પોલીસના ચેકિંગમાં મસ્તકથી આવેલા વેપારી પાસેથી બે દારૂની બોટલ મળી આવી હતી. જેથી ચાંદખેડા પોલીસમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓએ દોઢ લાખ રૂપિયાના તોડની માગ કરી હતી. જો રૂપિયા ન આપે તો પાસપોર્ટ જપ્ત કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો વેપારીએ આરોપ લગાવ્યો. આખરે બે દારૂની બોટલ અને વીસ હજાર રૂપિયાનો તોડ કરી વેપારીને જવા દેવાયા. જોકે ભોગ બનનાર વેપારીએ આખરે આ મુદ્દે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ બે દિવસ પૂર્વે અમદાવાદના નિકોલમાં મુંબઈના વેપારી પાસેથી ચાર લાખ રૂપિયાના તોડના આરોપ લાગ્યા હતા. આ બનાવ હજુ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન છે ત્યાં વધુ એક તોડબાજીનો આરોપ લાગતો ખાખી વધુ એકવાર શર્મસાર થઈ છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola