Gujarat Rain Forecast: નવરાત્રીના પ્રથમ નોરતે જ 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ

Continues below advertisement

આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે આજે પહેલા નોરતાએ દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહીના પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.​અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola