રસીકરણ બાદ જ AMTS-BRTSમાં મુસાફરી મુદ્દે અમદાવાદ મનપાનો યુ-ટર્ન, જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. બીજી તરફ રસીકરણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદના મેયર કિરીટ પરમારે પત્રકાર પરીષદમાં Amts અને brtsમાં મુસાફરી કરવા રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ બધા લોકો રસી લે તેવી મેયરે અપીલ કરી હતી. જોકે, થોડી જ વારમાં તેમણે ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે, રસી લેવી ફરજિયાત નથી પણ અમારો આગ્રહ છે કે રસી લીધેલી હોવી જોઈએ.