Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

Continues below advertisement

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી છે. પોળમાં ઉત્તરાયણ માણવાની મજા જ કઈક અલગ છે. પોળ વિસ્તાર 'કાપ્યો જ છે અને એ લપેટ'ના અવાજથી ગૂંજી ઉઠે છે. અહીં ઉત્તરાયણમાં પોળના ધાબાઓ વર્ષોથી ભાડે આપવામાં આવે છે.. પતંગ રસિકો માટે પણ પોળના ધાબા હોટફેવરિટ બન્યા છે. આ વર્ષે ધાબાના ભાડામાં વધારો થયો છે. એક ધાબાનું ભાડું 25 હજારથી લઈ 50 હજાર સુધીનું છે. ઉત્તરાયણ પહેલાં જ 80 ટકા કરતા વધુ ધાબાઓનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેમાં વિવિધ પ્રકારના પેકેજ પણ રાખવામાં આવી રહ્યા છે. જેમાં સવારનો બ્રેકફાસ્ટ, લંચ, અને ચાનો સમાવેશ છે. સાથે જ પતંગની દોરીથી લઈ ઊંધિયું... જલેબીનો જાયકો પણ પેકેજમાં અપાય છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram