Ahmedabad Rain : અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદ , નિકોલમાં રસ્તા પાણીમાં ગરકાવ

Ahmedabad Rain : અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદ , નિકોલમાં રસ્તા પાણીમાં ગરકાવ

ચોમાસા પહેલાના વરસાદે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં વરસાદ રોકાયાના આઠ કલાક બાદ પણ કેટલાક વિસ્તારમાં જળભરાવ થયો હતો. નિકોલનો ગોપાલ ચોક એક મહિના બાદ ફરી પાણીમાં ગરકાવ થયો હતો. ગોપાલ ચોકમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અજીત મિલ વિસ્તારમાં ચાર રસ્તા પર પાણી ભરાયા હતા. બાપુનગરના રાજીવનગર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. રાત્રે 3 વાગ્યે વરસાદ બંધ થયો છતા બપોરે 12 સુધી પાણી ઉતર્યા નહોતા.

 

આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ, તાપી, આણંદ, દાહોદમા વરસાદ વરસશે

હવામાન વિભાગે આજે સવારે બહાર પાડેલા વેધર બૂલેટિનમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ, તાપી, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ અમુક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અહીં છેલ્લા ચાર કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola