શંકરસિંહ વાઘેલાએ સંપર્ક કર્યો હોવાની વાત પર ભાજપ નેતા મયૂર દવેએ શું કહ્યુ?
અમદાવાદના ખાડિયાના પૂર્વ કોર્પોરેટર મયૂર દવેએ કહ્યું હતું કે, બાપુએ ગઈકાલે સાંજે મારો સંપર્ક કર્યો હતો. મારી જોડે બેસીને ચા પીવા માટે મારો સંપર્ક કર્યો હતો. મયૂર દવેએ કહ્યું કે મે બાપુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી ચૂંટણી બાદ આપણે મળીશું તેવું જણાવ્યું હતું.