Reality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

Continues below advertisement

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર યથાવત છે. શહેરી વિસ્તારમાં દિવસમાં ફરવા પર પ્રતિબંધ છતા બેફામ ડમ્પરો દોડી રહ્યા છે. રેતી, માટી, સિમેન્ટ કોન્ક્રીટ, બિલ્ડીંગ મટીરીયલ અને ખનિજ વાહનમાં પણ ડમ્પરોનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ABP અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કરતા. અમુક ડમ્પર ચાલકો પાસે પરમિટ ન હોવાની વિગતો પણ સામે આવી છે. ડમ્પર ચાલકો પાસે પરમિટની માંગણી કરતા તેમણે અવનવા બહાના કર્યા. તો કેટલાય ડમ્પરો પાસિંગ ક્ષમતાથી દોઢી કે ડબલ માલ ભરીને બેરોકટોક દોડી રહ્યા છે. નાના ડમ્પરોની પાસિંગ ક્ષમતા ૯થી ૧૦ ટનની હોય છે. પરંતુ તેમાં ૧૫થી ૧૮ ટન માલ ભરીને ડમ્પરો દોડતા જોવા મળી રહ્યા છે. સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનની સામેથી આવા ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram