Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?

Continues below advertisement

Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હજુ પણ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ઠંડીની સાથે જ હૃદય સંબંધિત બીમારીના કેસમાં વધારો થયો છે. હાલમાં રાજ્યમાં હૃદયને લગતી સમસ્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ઓક્ટોબર અને નવેમ્બર એમ બે મહિનામાં જ હૃદયને લગતી ઈમર્જન્સીના 14,701 કેસ નોંધાયા. આમ બે મહિનાની જ જોવાસમાં 14% નો વધારો નોંધાયો છે. હૃદયની ઈમર્જન્સીના કેસ ઓક્ટોબર 2023 માં 6763 જ્યારે કે આજ સમયગાળા દરમિયાન વર્ષ 2024 માં 772 કેસ નોંધાયા. આમ ગત વર્ષની સરખામણીએ માત્ર ઓક્ટોબરમાં જ 14.18% નો વધારો નોંધાયો. આવી જ રીતે નવેમ્બરમાં 2024 માં 6979 કેસ નોંધાયા જ્યારે કે નવેમ્બર 2023 માં 6,254 કેસ સામે આવ્યા. ગત વર્ષે નવેમ્બર કરતા આ વર્ષે નવેમ્બર માં ઈમર્જન્સી કેસમાં કુલ 12.94% નો વધારો નંધાયો. આ બે મહિનાના આધારે જોવા જઈએ તો ગુજરાતમાં પ્રતિ દિવસ સરેરાશ 241 લોકોને હૃદયની સારવાર માટે 108 ઈમર્જન્સીની મદદ લેવી પડી. ગુજરાતમાં હૃદયની ઈમર્જન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 30% કેસ માત્ર અમદાવાદ જિલ્લાના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram