Patan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?
Patan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?
આજે પાટણ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે દારૂની મહેફિલ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠન દ્વારા ભૂખ હડતાળ શરૂ કરાતા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. NSUI કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ સર્જાયો હતો. NSUI કાર્યકરે પોલીસકર્મીને લાફો મારી દીધો હતો.
પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલ સાથે NSUI ના કાર્યકરો મા મોટી સંખ્યામાં ભૂખ હડતાર પર જોડાયા હતા. પાટણ યુનિવર્સીટી ખાતેની રૂસા હોસ્ટેલમા તાજેતરમાં બાસ્કેટ બોલની ટુર્નામેન્ટ રમવા આવેલ યુવાનો દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. બોઈધૃઝ હોસ્ટેલના રૂમ નંબર 6 મા આણંદ થી આવેલ ખેલાડીઓ દારૂ મહેફિલ સાથે ઝડપાયા હતા. ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થવા છતાં કોઈ ફરિયાદ ન થતા આજે ન્યાયની માગ સાથે ભૂખ હડતાળની જાહેરાત કરાઈ હતી.