Ahmedabad News: અમદાવાદમાં હનીટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં

Continues below advertisement

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને  ચેટ એપ્લિકેશનના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવીને નળસરોવર નજીક પોલીસ હોવાનું કહીને તેના પર ગુનો દાખલ કરવાની ધમકી આપીને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી સાડા ચાર લાખની કિંમતના દાગીના અને 62 હજારની રકમ પડાવનાર ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા. 

જામનગરના ધ્રોલ અને રાજકોટમાં રહેતી આ ગેંગ દ્વારા અગાઉ પણ અનેક લોકોને ટારગેટ કરાયાની શક્યતાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના ચાંદખેડામાં રહેતા અને એક વીમા કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષના વ્યક્તિએ થોડા મહિના પહેલા ફ્રેન્ડ  બનાવવા માટેની એક મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તે જીયા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતીએ તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા 22મી નવેમ્બરે તેની કાર લઇને ઉજાલા સર્કલ પાસે ગયો હતો. જ્યાંથી તે યુવતી સાથે રાજકોટ હાઇવે પર એક હોટલમાં જતો હતો. પરંતુ યુવતીએ તેને નળ સરોવર તરફ કાર લેવાનું કહીને ચોક્કસ જગ્યાએ ઉભી રાખવાનું કહ્યું હતું. જેથી તેની વાતમાં આવીને તેણે કારને  કારને ઉભી રાખી હતી. આ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેણે પોલીસની ઓળખ આપીને મોબાઇલ  ફોન અને પર્સ લઇ લીધું હતુ. 

આ દરમિયાન તેણે ફોન તેના સિનિયર અધિકારીને વાત કરવી છે. તેમ કહીને આપ્યો હતો. તેણે પોલીસ કેસ નહી  કરવાના બદલામાં એક લાખની માંગણી કરી હતી. પરંતુ યુવક પાસે ચાર ડેબીટ અને ક્રેડિટ કાર્ડ હતા. તે પડાવીને પીન નંબર જાણી લીધા હતા. જે લઇનેે અન્ય કોેઇ વ્યક્તિ બંનેને બેસાડીને ગયો હતો. જે થોડીવારમાં પરત કરીને  જતો રહ્યો હતો. બીજી તરફ જીયા પટેલે પણ ડરી ગયાનો ઢોંગ કર્યો હતો. જેથી તે યુવકને શંકા નહોતી ગઇ. બીજી તરફ પોલીસના નામે તોડ કરનારે સાણંદના એક  જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા હતા અને ૬૨ હજાર રૂપિયા પણ લીધા હતા. આ અંગે યુવકે નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram