Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી

Continues below advertisement

અમદાવાદમાં એક તરફી પ્રેમીનો એક ચોંકાવનારો મોતનો કિસ્સો સામે આવ્યો છે. કામરાન પઠાણ નામના યુવકે એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો, આ દરમિયાન ઝઘડો થતાં કંટાળેલા પ્રેમીએ પોતાના શરીર પર પેટ્રૉલ છાંટીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ સમગ્ર ઘટના અમદવાદના સરખેજ વિસ્તારમાં ઘટી હતી. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

અમદાવાદમાં એક તરફી પ્રેમીએ પોતાની જાતને આગ ચાંચીને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે, અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં કામરાન પઠાણ નામના યુવકે પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવ છે. કામરાન પઠાણ પર આરોપ છે કે, છેલ્લા છ મહિનાથી તે યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો, અને ગઇ રાત્રીએ યુવતી સાથે કામરાન પઠાણનો ઝઘડો થયો આ દરમિયાન કામરાન સાથે લઇને આવેલું પેટ્રૉલ પોતાના ઉપર છાંટી દીધુ અને લાઇટરથી પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી. કામરાન પઠાણ પેટ્રૉલ આગ સાથે કુદકો માર્યો અને નીચેની એક ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો હતો. જોકે, બાદમાં કામરાન પઠાણને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યુ હતુ. હાલમાં સરખેજ પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola