Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ અનેક પ્રકારની અટકળો તેજ થઈ છે.. ઈમરાન ખાન હયાત છે કે નહીં તેને લઈ અટકળો અને અફવાઓનું બજાર ગરમ છે. જેલમાં બંધ ઈમરાન ખાનને મળવાની માગને લઈને ખૈબર પખ્તૂનખાના મુખ્યમંત્રી સોહૈલ અફરીદી અને પીટીઆઈ કાર્યકર્તાઓ જેલ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઈમરાન ખાનની પાર્ટી PTIએ ઈમરાનના પરિવારને મુલાકાતની મંજૂરી આપવા માગ કરી છે. થોડા દિવસ પૂર્વે જ ઈમરાન ખાનની બહેનોને આદિયાલા જેલમાં મળવાની મંજૂરી નથી અપાઈ. જેના કારણે ઈમરાન ખાનની હાલત અને તેની સુરક્ષા પર સવાલ ઉઠવા લાગ્યા છે. ખૈબર પખ્તૂનખાના મુખ્યમંત્રીએ ગુરૂવારના સાતમી વખત ઈમરાનને મળવા આદિયાલા જેલ પહોંચ્યા. જોકે સુરક્ષા કર્મચારીઓએ તેને મળવાની મંજૂરી આપી ન હતી. આ તરફ આદિયાલા જેલ તરફથી સ્પષ્ટતા કરાઈ કે ઈમરાન ખાન સ્વસ્થ જ છે અને જેલમાં બંધ છે તેને ક્યાંય પણ શિફ્ટ કરાયા નથી..