Ahmedabad: AMCના પાપે યુવકે ગુમાવ્યો જીવ, ઓઢવમાં ડુબી જવાથી એકનું મોત
Ahmedabad: AMCના પાપે યુવકે ગુમાવ્યો જીવ, ઓઢવમાં ડુબી જવાથી એકનું મોત
અમદાવાદમાં AMCના પાપે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ઓઢવમાં ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. અંબિકાનગરમાં એક વ્યક્તિ બાઈક સાથે ખાડામાં પટકાયો હતો. 10 કલાકની જહેમત બાદ મનુભાઈ પંચાલનો મૃતદેહ બહાર કઢાયો હતો. ગઈકાલે રાત્રે 8.54 કલાકે ઓઢવ ફાયરને રેસ્ક્યૂનો કોલ મળ્યો હતો. આજે વહેલી સવારે મૃતદેહ મળ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે અમદાવાદના કઠવાડામાં સ્થિતિ વિકટ બની છે. AMCના પાપે મધુમાલતી આવાસમાં રહેતા લોકોની હાલત કફોડી બની છે. કાલે ખાબકેલા વરસાદથી મધુ માલતી આવાસોમાં પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લીધા બાદ પણ મધુ માલતી આવાસ પાણીમાં ગરકાવ થયું છે. થોડા દિવસ પહેલા મધુ માલતી આવાસમાં એકનો જીવ ગયો હતો.