
Ahmedabad Murder Case: બુટલેગરની પત્ની સાથે આડસંબંધના વહેમમાં યુવકની છરીના ઘા મારી હત્યા, બે આરોપી ઝડપાયા
અમદાવાદ કાગડાપીઠ ઊંટવાળાની ચાલીમાં હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા છે. કિરણ ચોહાણ ઉર્ફે મંગા દાદા અને તેના સાળા ગિરીશ ઉર્ફે ટરોની પોલીસે કરી ધરપકડ કરી છે. આરોપીઓએ દેવો સાથે મળીને નીતિન પઢીયારની હત્યા કરી હતી. કિરણની પત્ની સાથે આડ મૃતક ના સંબંધમાં હત્યા કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી કિરણ સામે પ્રોહીબિશનના 3 ગુના નોંધાયા છે. જ્યારે નીતિનના પરિજનોએ પોલીસ તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપો કર્યા છે. દારૂના અડ્ડા અને એમડી ડ્રગ્સ ની ફરિયાદની અદાવતમાં કરાય નીતિનની હત્યા કરાઈ હોવાના પરીજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ એંગલ હોવાનો ઇનકાર કર્યો છે.
મૃતક નીતિનના ભાઈ રવીભાઇ પઢીયારે કરેલી ફરિયાદ અનુસાર નિતીનભાઈ અશોકભાઇ પઢીયારની તા-૧૫/૦૧/૨૦૨૫ ના કલાક-૧૮/૦૦ વાગ્યાની આસપાસ જોગણી માતાના મંદિર પાસે, ઉટવાળી ચાલી પાસે બહેરામપુરામાં ચપ્પુના કહા મારી હત્યા કરાઈ હતી. કીરણ ઉર્ફે મંગો રમેશભાઈ ચૌહાણ, ગીરીશ ઉર્ફે ટરો ગણપતભાઇ સરગરા અને દેવાએ નિતીનની હત્યા કરી હતી. કિરણ ઉર્ફે મંગાની પત્નિ સાથે મરણ જનાર નીતિનના આડા સંબંધ હોવાનો શક વહેમ રાખી હત્યા કરાઈ છે. પોલીસે કીરણ ઉર્ફે મંગો રમેશભાઈ ચૌહાણ તથા ગીરીશ ઉર્ફે ટરો ગણપતભાઇ સરગરાની અટકાયત કરી છે.