Anand Demolition : આણંદમાં ધાર્મિક દબાણો દૂર કરાતા લોકો વિફર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો
Anand Demolition : આણંદમાં ધાર્મિક દબાણો દૂર કરાતા લોકો વિફર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો
આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે ધાર્મકિ દબાણો દૂર કરતી વખતે સ્થાનિકો વિફર્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેમજ 20થી વધુ પથ્થરબાજોની અટકાયત પણ કરી લીધી હતી. સરકારી જમીનમાંથી 327 જેટલાં કાચા પાકા દબાણો દુર કરાયા હતા. દરમિયાન મંદૉિરના દબાણ દુર કરવાની કામગીરી વખતે આ બનાવ બન્યો હતો.
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝુપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોરસદ ચોકડી ખાતેની ઝુપડપટ્ટી વિસ્તારના આશરે ૩૫૦ થી વધુ મકાનો ના દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા ૭૫ થી ૮૦ કરોડની બજાર કિંમત ધરાવતી ૨૦ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે.