Anand Holi 2024 | આણંદના ઉમરેઠમાં અંગારા પર ચાલી લોકોએ કરી હોળીની ઉજવણી, જુઓ અહેવાલ

Anand Holi 2024 | ઉમરેઠના પંચવટી વિસ્તારમાં હોલીના અંગારા પર ભક્તો ખુલ્લા પગે ચાલ્યા. આ દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ઉમરેઠમાં હોળી પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. ઉમરેઠ પંચવટી વિસ્તારમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી મહિલાઓ બાળકો સહિત ભક્તો હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કરે છે. ત્યાર બાદ હોળીના અંગારા રસ્તા ઉપર પાથરીને કેટલાક ભક્તો આ ધગધકતા અંગારા ઉપર શ્રધ્ધાભેર ચાલે છે. વર્ષોથી ચાલતી આ પરંપરાને આજે પણ યુવાનો મહિલાઓ દ્વારા નિભાવવામાં આવે છે. આજે હોળી પર્વ નિમિત્તે રાત્રે ભક્તો અંગારા ઉપર શ્રધ્ધાભેર ચાલ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola