Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
આણંદ ન.પા ના પૂર્વ કાઉન્સિલરની હત્યા મામલો. પોલીસે તપાસના ચક્રો કર્યા તેજ કરી. ઇકબાલ મલેક ઉર્ફે બાલો આણંદ ન.પામાં વોર્ડ નંબર 1 ના પૂર્વ કાઉન્સિલર હતા. વહેલી સવારે અજાણ્યા શખ્સ ઈસમ ઘ્વારા તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી. મૃતદેહનું પેનલ પીએમ હાથ ધરવામાં આવ્યું . આણંદ lcb અને વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી. Fslની ટિમ ઘટના સ્થળે, ડોગ સ્કોડની લેવાશે મદદ. આરોપીને ઝડપી પાડવા પોલીસે કમર કસી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ સમજે જ અજાણ્યા શખ્સ દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.