Bharatsinh Solanki: કોંગ્રેસ નેતાની સ્ત્રીમિત્રને પત્નીએ જાહેરમાં ખખડાવી, પહોંચ્યા પોલીસ સ્ટેશન
Bharatsinh Solanki: કોંગ્રેસ નેતાની સ્ત્રીમિત્રને પત્નીએ જાહેરમાં ખખડાવી, પહોંચ્યા પોલીસ સ્ટેશન
કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો હતો. આણંદમાં ભરતસિંહના પત્ની અને સ્ત્રી મિત્ર સામસામે આવી ગયા હતા. વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર પત્ની- સ્ત્રી મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ભરતસિંહના સ્ત્રીમિત્રને પત્નીએ જાહેરમાં ધમકાવ્યાની ચર્ચા શરૂ થઇ હતી.
લાંબા સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. અગાઉ પણ ઘરમાં ઘૂસી ભરતસિંહના પત્નીએ સ્ત્રીમિત્રને મેથીપાક ચખાડ્યો હતો. ભરતસિંહના પત્ની અને સ્ત્રીમિત્રને મેથીપાક ચખાડતો વીડિયો પણ વાયરલ થયો હતો. બબાલ બાદ મોડી રાત્રે નેતાજીને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે જવાની ફરજ પડી હતી. સ્ત્રીમિત્રએ ભરતસિંહના પત્ની વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી. ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં છે. પોલીસ તરફથી ઘટના અંગે હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
નોંધનીય છે કે અગાઉ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેની તકરારની ઘટના સામે આવી છે. અગાઉ પણ તેઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં આક્ષેપો કરી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની વચ્ચે ભારે ઝપાઝપી થયેલી જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે સમયે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની સાથે હવે કોઇ સંબંધ નથી.