Anand Video: આણંદ જિલ્લામાં બુટલેગરો બેફામ, શેરપુરમાં તમાશો કરી પોલીસને ફેંક્યો પડકાર

Continues below advertisement

ગુનેગારોને નથી રહ્યો હવે પોલીસનો ડર. જેની પ્રતિતી કરાવતા આ દ્રશ્યો છે આણંદના પેટલાદના. આમ તો જાહેર રોડ પર બર્થ ડેની ઉજવણી પર છે પ્રતિબંધ. પરંતું અહીં તો બુટલેગરે પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર જ જાહેરમાં ખંજરથી કેક કાપી જન્મદિવસ ઉજવી રોક સકે તો રોક લેનો ફેંક્યો ખૂલ્લો પડકાર. ઘટના પાંચ દિવસ પહેલાની છે જોકે તમાશાનો વીડિયો આજ સવારથી સોશલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ. મોઈન બાબાના નામથી જાણીતા બુટલેગરનો હતો જન્મદિવસ. મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી માટે પોલીસ મથકના પાછળના શેરપુર વિસ્તારમાં પહેલા કરી આતશબાજી અને પછી જાહેરમાં ખંજરથી કાપી કેક. આટલું જ નહીં મોઈન બાબાના લવરમૂછિયા સાગરિતોએ પણ હાથમાં ખંજર સાથે રૌફ જમાવ્યો. હાલ તો વાયરલ વીડિયો બાદ પેટલાદ પોલીસે હવે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મોઈન બાબા નામનો શખ્સ નશાનો કારોબારી છે. જે શેરપુર વિસ્તારમાં ગેરકાયદે ઓરડીઓ બનાવી દારૂનું વેચાણ કરતા હોવાનો છે આરોપ. અગાઉ નશાના કારોબારમાં મોઈન બાબા પાસાની પણ ખાઈ ચૂક્યો છે હવા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola