Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કાર
Khambhat Car Flooded | આણંદ જિલ્લાના ખંભાતમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખંભાતમાં ખબક્યો હતો. બે ઇંચ વરસાદ વરસતા ખંભાત શહેરના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખંભાત શહેરના સરદાર ટાવર પાણીયારી રબારીવાસ સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એટલું જ નહીં રસ્તા જાણે નદીમાં ફેરવાયા હોય તેમ રસ્તા પર પાણી વહેતા થયા હતા. સરદાર ટાવર પાસે પાણીના વહેણમાં ગાડી તણાતો વિડીયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, આજે ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ અમુક જગ્યાએ ભારે વરસાદને પગલે લોકોને રેસ્ક્યૂ કરવાની પણ ફરજ પડી હતી.